ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

ગુર્જરમાત વિશે

અમારું સ્વપ્ન લોકોને જાગૃત કરવાનું હતું. તેથી અમે ગુર્જરમાત અખબાર શરૂ કર્યું. તે ઉપનગર (મુલુંડ)નું પહેલું ગુજરાતી સાપ્તાહિક અખબાર છે. તેનું પ્રસારણ મુલુંડ અને ભાંડુપમાં કરવામાં આવ્યું છે.

  • જસ્મીન સ્ટેશનર્સ પ્રા. લિ.
  • જસ્મીન ગ્રુપ ઓફ કંપની
  • મુલુંડ ટાઈમ્સ પબ્લિકેશન સેન્ટર
  • ગુર્જરમાત

ગુર્જરમાત ઉપનગરોના લોકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે, જેમ કે ફૂડ કોમ્પિટિશન, અથાણું સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરે.

ગુર્જરમાતે તેની રેસીપી બુક અંગ્રેજી અને ગુજરાતીમાં પણ રજૂ કરી છે.

સીમાચિહ્નરૂપ

૨૬ મી જાન્યુઆરી ૧૯૯૮

 

  • પ્રથમ ગુજરાતી સાપ્તાહિક અખબાર મુલુંડ ઉપનગરો માટે શરૂ કરવામાં આવ્યું હતું અને છેલ્લા 14 વર્ષથી, તે 20000 થી વધુ નકલોનું પ્રસારણ કરે છે.

૧૯૯૯

 

  • ગુર્જરમાતે મુલુંડના લોકો માટે મુલુંડ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. જ્યાં 25 થી વધુ દુકાનોએ એક મહિના માટે ગુર્જરમાત સાથે સહયોગ મેળવ્યો હતો. તે મુલુંડ લોકોને શ્રેષ્ઠ ખરીદીનો અનુભવ આપે છે.

 

૨૦૦૩

 

  • 5 વર્ષ પૂરા થવા પર, ગુર્જરમાટે મુલુંડ માર્ગદર્શિકા (મુલુંડ ડાયરેક્ટરી) શરૂ કરી. જે તમામ સંપર્ક વિગતો પ્રદાન કરે છે.

 

૨૦૦૬

 

  • આ વર્ષે ગુર્જરમાતે મુલુંડ માર્ગદર્શિકા (મુલુંડ નિર્દેશિકા)ની 2જી આવૃત્તિ બહાર પાડી.
  • ગુર્જરમાત દ્વારા કોઈપણ ઉપનગરો પરની પ્રથમ દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

 

૨૦૦૭

 

  • "વિદ્યા વિશ્વ” લોન્ચ કરવામાં આવી હતી. દરેક કિશોર માટે એક પુસ્તક.

 

૨૦૦૮

 

  • મુલુંડ લોકો તરફથી ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળ્યા પછી. ઘાટકોપરના લોકો માટે "વોઇસ ઑફ ઘાટકોપર” શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઘાટકોપરના તમામ મહત્વના અને સ્થાનિક સમાચાર હતા.

 

૨૦૦૯

 

  • બાળકો માટે મુલુંડ સ્પોર્ટ્સ એકેડેમી અને સમર કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તમામ બાળકો વિવિધ રમતો શીખવા માટે ભેગા થયા હતા અને અંતે સ્પર્ધાઓ યોજાઈ હતી.
  • સ્વચ્છ મુલુંડ, લીલું મુલુંડ 
    બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મુલુંડ સોસાયટીઝ ફોર ટ્રી સેવિંગ એન્ડ પ્લાન્ટેશન ઓફ ટ્રીની સ્પર્ધા યોજાઈ હતી. જ્યાં તમામ મંડળીઓએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની સોસાયટીઓને સ્વચ્છ રાખે છે અને શ્રેષ્ઠ સ્વચ્છ સોસાયટીને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

 

૨૦૧૦

 

  • મુંબઈ મેરેથોન તાલીમ કેન્દ્ર મુલુંડ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું.

 

૨૦૧૧

 

  • સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મેરેથોન રેલીમાં 1લી મુલુંડ બેચે ભાગ લીધો હતો.
  • પહેલું અંગ્રેજી સાપ્તાહિક અખબાર "Mulund Meet” શરૂ થયું. જે માત્ર શનિવારે જ વિતરિત કરવામાં આવે છે અને મુલુંડ (પશ્ચિમ/પૂર્વ)ના તમામ વિસ્તારોને આવરી લે છે.

 

૨૦૧૨

 

  • ગુર્જરમાત એ તેની નકલો નાહુર અને ભાંડુપમાં વહેંચવાનું શરૂ કર્યું.

 

૨૦૧૩

 

  • સર્વોદય મંડળના 50 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ પૂર્તિ બહાર પાડી.
  • ગુર્જરમાત દ્વારા દિવાળી નિમિત્તે મિષ્ઠાન, ફરસાણ, આરતી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
  • મધર્સ ડે નિમિત્તે વિવિધ માતાઓનો વિચારધારા ઉપર વિશેષ પૂર્તિ બહાર પાડી.
  • પઠ્ઠાપીર દેવસ્થાનની મહત્તાને ધ્યાનમાં રાખી વિશેષ પૂર્તિ બહાર પાડી.
  • કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે વિશેષ પૂર્તિ પ્રકાશિત કરવામાં આવી.

 

૨૦૧૪

 

  • લાયન્સ ક્લબ ઓફ મુલુંડના ગોલ્ડન જ્યુબિલી વર્ષ નિમિત્તે 50 વર્ષના ઇતિહાસની વિશેષ પૂર્તિ બહાર પાડી.
  • જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિશેષ અંક પ્રકાશિત કરવામાં આવ્યો.
  • ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પૂર્ણ વર્ષ દરમ્યાન તેમણે કરેલા કાર્યોની વિશેષ પૂર્તિ બહાર પાડવામાં આવી.

 

૨૦૧૫

 

  • સર્વોદય મંડળ દ્વારા આયોજિત ‘મેળાવો’ ઈવેન્ટમાં મિડિયા પાટર્નર બની સતત 4 મહિના રમત ગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું.
  • હરિભાઈ કોઠારીની 75મી જન્મજયંતિ નિમિત્તે જન્મોત્સવ 75 સ્પેશ્યલ પૂર્તિ બહાર પાડી.
  • ગુર્જરમાત દ્વારા દિવાળી નિમિત્તે મિષ્ઠાન, ફરસાણ, આરતી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
  • સેવક સંસ્થા દ્વારા આયોજિત મુલુંડ ફેસ્ટિવલ પ્રોગ્રામમાં મિડિયા પાટર્નર બનીને આઠ દિવસના ઈવેન્ટને પ્રોત્સાહિત કર્યું.
  • જીતો સંસ્થા અને નહાર ગ્રુપના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ એક અલગ જાગૃતિ ફેલાવી.

 

૨૦૧૬

 

  • કચ્છી લોહાણા ફોરમ મુંબઈને મુલુંડમાં સામાજિક કાર્યો કરવા પ્રોત્સાહિત કર્યા.
  • કેવીઓ સમાજના લાભાર્થે કેવીઓ સંદેશ કોલમ શરૂ કરી.
  • એસ.એમ.શાહના સામાજિક કાર્યોની સરાહના કરી વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી.
  • નિતીન ડાન્સ એકેડેમીને પ્રોત્સાહન આપવા વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી.
  • લોહાણા વિશ્વ મંચની સ્થાપના કરાવી સામાજિક કાર્યો કરવા પ્રોત્સાહિત કર્યા.

 

૨૦૧૭

 

  • મુલુંડ વર્ધમાન સ્થાનકવાસી સંસ્થાની 50 વર્ષ પૂર્ણ થતા આ સંસ્થાની વિશેષ પૂર્તિ બહાર પાડી.
  • શિવસેનાના સર્વેસર્વા માનનીય ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે ખાસ વિશેષ શિવસેના પૂર્તિ બહાર પાડીને મુલુંડમાં શિવસેનાની કાર્યોની ઝાંખી પ્રકાશિત કરી.
  • મુલુંડમાં ભાજપના વિધાનસભ્ય સરદારતારા સિંગના દ્વારા કરાયેલા કાર્યો અંગે વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી. મુલુંડના સમાજસેવક આર.ઝેડ.શાહ અંગે વિશેષ પૂર્તિ બહાર પાડી.

 

૨૦૧૮

 

  • નવનિર્માણ પામેલ મણીલક્ષ્મી જૈનતીર્થની વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી.
  • માતુશ્રી ધન્વંતીબેન ગોગરીની સમાજસેવા અને ધર્મઆરાધનાને ધ્યાનમાં લઈ એક વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી.
  • લાયન્સ ઈન્ટરનેશનલની શતાબ્દી વર્ષની ઉજવણીની વિશેષ પૂર્તિ બહાર પાડી.
  • ગુર્જરમાતના 1000મા અંકના પ્રકાશનની ખુશીમાં જુના દરેક દરેક જાહેરાતદારોને વ્યાપાર માટે ઉત્તમ તક ઉભી કરી આપી હતી.

 

૨૦૧૯

 

  • કોંગ્રેસ દ્વારા આયોજિત માય મુલુંડ ફેસ્ટિવલમાં મિડિયા પાટર્નર બની સંપૂર્ણ પ્રોજેક્ટને એક અલગ જાગૃતિ આપી.
  • નગરસેવક મનોજ કોટકએ પાંચ વર્ષ દરમ્યાન કરેલા કાર્યોની એક વિશેષ પૂર્તિ તેમના જન્મદિવસે પ્રકાશિત કરવામાં આવી.
  • આર્ટ અને કલ્ચરને પ્રોત્સાહન આપવા ધર્મેશ ડાન્સ એકેડેમીની એક વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી.
  • પઠ્ઠાપીર દેવસ્થાન અંગે એક વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી.

 

૨૦૨૦

 

  • સમાજસેવામાં અગ્રણી સુમતિ ગ્રુપના કાર્યોની એક વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી.
  • મુલુંડના ઘોઘારી સમાજ દ્વારા કરાતા કાર્યોની એક વિશેષ પૂર્તિ બહાર પાડી. કેડીઓના