રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૨ જુલાઈ, ૨૦૨૫

કાલિદાસ સભાગૃહના ગેટ પાસેની ફૂટપાથ પર રોડ ક્રોસિંગને અવરોધતી ફેન્સિંગથી અકસ્માતનું જોખમ

તસ્વીરમાં જણાય છે તે પ્રમાણે મહાનગરપાલિકાના રોડ વિભાગે એક મોટી ભૂલ કરીને કાલિદાસ સભાગૃહના ગેટ પાસે આવેલા રોડ ક્રોસિંગને અવરોધતી ફેન્સિંગ ફૂટપાથ પર બનાવી દીધી છે જેને લીધે અહીં રોડ ક્રોસ કરવાનું અશક્ય બન્યું છે. કાલિદાસમાં અનેક શાળાઓના કાર્યક્રમો ઉપરાંત અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે વિશાળ સંખ્યામાં બાળકો, મહિલાઓ અને જ્યેષ્ઠ નાગરિકો અહીંથી રોડ ક્રોસ કરે છે. આ ફેન્સિંગને લીધે રોડ ક્રોસ કરવાનું શક્ય ન હોવાથી તેમને નાછૂટકે ખૂબ ટ્રાફિકવાળા રસ્તા પર ચાલવું પડે છે જેથી અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. મહાનગરપાલિકા દ્વારા ત્વરિત આ રોડ ક્રોસિંગને અવરોધતી ફેન્સિંગ દૂર કરવામાં આવે એવી  માગણી નાગરિકો કરી રહ્યા છે.